લઈ આવો
સાદ આજે ઉધાર લઈ આવો,
આમ ડૂમાને બ્હાર લઈ આવો.
આ વિકસતા અગાધ રણ વચ્ચે,
ચોતરફ જળની ધાર લઈ આવો.
જ્યાં તમસનો મુશાયરો જામ્યો,
ત્યાં જ ચાલો, સવાર લઈ આવો.
લ્યો, ફરી વેદનાની ક્ષણ આવી,
સ્નેહભીનો વિચાર લઈ આવો.
આજ, સંવેદના ચકાસી લઉં,
લાગણી પર પ્રહાર લઈ આવો.
કેટલાં જન્મની તરસ છે, આ ?
એક ઝરણું ધરાર લઈ આવો.
સુનીલ શાહ
છંદવિધાન ?
કેટલાં જન્મની તરસ છે, આ ?
એક ઝરણું ધરાર લઈ આવો.
વાહ… સુંદર ગઝલ.
Comment by Urmi — March 22, 2008 @ 5:23 pm
આજ, સંવેદના ચકાસી લઉં,
લાગણી પર પ્રહાર લઈ આવો.
કેટલાં જન્મની તરસ છે, આ ?
એક ઝરણું ધરાર લઈ આવો
ખૂબ સરસ શબ્દો..!
Comment by chetu — March 22, 2008 @ 6:42 pm
સુંદર ગઝલ
સાદ,જળની ધાર,સવાર,સ્નેહભીનો વિચાર,લાગણી પર પ્રહાર,એક ઝરણું એવી શુભ જ માંગ લઈ આવો.
ઘણાં નક્કર તમસ,પોકળ જણાયાં
અપેક્ષા કેમ રાખું સ્થિરતા જેવી!
માં નીરાશ થયા વગર-
જ્યાં તમસનો મુશાયરો જામ્યો,
ત્યાં જ ચાલો, સવાર લઈ આવો.
વાહ્
આખી ઉમર પ્રતિક્ષા હતી એ ઘડી મળી,
સંવેદના સકળ મને જડ-શી ખડી મળી.
ને બદલે
આજ, સંવેદના ચકાસી લઉં,
લાગણી પર પ્રહાર લઈ આવો.
સરસ
કહેવાનું મન થાય કે આવી ગઝલ્
ફરી ઓન લાઈન પર લઈ આવો !
Comment by pragnaju — March 22, 2008 @ 7:38 pm
ઉર્મિબેન…ગઝલનું છંદવિધાન..
ગાલગા ગાલગાલ ગાગાગા
Comment by સુનીલ શાહ — March 23, 2008 @ 1:50 am
સુંદર ગઝલ.
ભાવોની ઉછળકુદ વીના સ્વસ્થતાથી મુકાયેલી વાત. કાવ્યમાં ઉર્મીતત્ત્વ પણ આ રીતે સ્વસ્થતાથી પ્રગટી શકે છે. કવીનું તાટસ્થ્ય આમ જ ઓળખાય.
સર્જક ‘દશાંગુલ ઉર્ધ્વ’ રહીને જ વ્યક્ત થાય ત્યારે “સાધારણીકરણ” પણ આપોઆપ થઈ જાય છે. કાવ્ય તમારી “અંગત’બાબત બનવામાંથી બચી જાય છે, આ સાધારણીકરણ દ્વારા જ.
ધન્યવાદ. આમ જ (પ્રજ્ઞાજીએ કહ્યા મુજબ):
કહેવાનું મન થાય કે આવી ગઝલ્
ફરી ઓન લાઈન પર લઈ આવો !
Comment by jjugalkishor — March 23, 2008 @ 2:56 am
સંવેદના સ-રસ પ્રગટે,ત્યારે હ્રદયના ખૂણે ખૂણાને સ્પર્શી જાય
સુંદર રચના થઈ છે-અભિનંદન !
Comment by ડો.મહેશ રાવલ — March 23, 2008 @ 7:14 am
આજ, સંવેદના ચકાસી લઉં,
લાગણી પર પ્રહાર લઈ આવો.
કેટલાં જન્મની તરસ છે, આ ?
એક ઝરણું ધરાર લઈ આવો.
———————
આ બે શેર બહુ જ ગમ્યા .
Comment by સુરેશ જાની — March 23, 2008 @ 8:08 am
ખૂબ સુંદર ગઝલ સુનીલભાઈ.
છંદ પણ એવો જ નમણો! (છેલ્લા ત્રણ ‘ગાગાગા’ માં ‘લઈ આવો’થી એક નાજુક અંદાઝે-બયાં ની પેશગી).
Comment by પંચમ શુક્લ — March 23, 2008 @ 12:31 pm
સુંદર ગઝલ… બધા શેર મજાના થયા છે.
Comment by વિવેક ટેલર — March 24, 2008 @ 5:51 am
વાહ્.. સુનીલભાઈ,
ખૂબ જ સરસ
બધા શેર કાબિલે દાદ …..
બસ બીજી આવી જ ગઝલ લઈ આવો ….!!
Comment by Pinki — March 25, 2008 @ 4:05 am
મઝા પડિ sunil bhai
Comment by vihar modi — March 26, 2008 @ 8:03 am
‘સાદ આજે ઉધાર લઈ આવો,
આમ ડૂમાને બ્હાર લઈ આવો.
આજ, સંવેદના ચકાસી લઉં,
લાગણી પર પ્રહાર લઈ આવો.
કેટલાં જન્મની તરસ છે, આ ?
એક ઝરણું ધરાર લઈ આવો.
વાહ્ સુનીલભાઈ,
ખૂબ સરસ.
રાજેન્દ્ર ધવલરાજગીરા,બોસ્ટન
Comment by Rajendra Trivedi, M.D. — March 28, 2008 @ 12:07 pm
I disagree with you. Indeed, I
Comment by Chris — April 11, 2008 @ 6:07 am
શ્રીમાન,
સુનીલ ભાઇ ,
આમ તો હું આપનાથી ખુબ નાનો છું એટલે તમને સુનીલ ભાઇ સંબોધવું મને યોગ્ય લાગતું નથી. મારી ઉંમર ૧૯ વર્ષ છે એટલે શ્રીમાન કહી રહ્યો છું. મારું નામ જીજ્ઞેશ પારેખ “માનવ” છે. અમે એક વેબ સાઇટ બનાવી રહ્યા છીયે જેનું નામ છે “વીણેલા મોતી” http://www.vinelamoti.com જેમાં અમે એવી ક્રુતીઓ મુકવા જઇ રહ્યા છીયે કે જે બીજે ક્યાંય ઇન્ટરનેટ પર ન મુકાઇ હોય. અમે લખીએ તો છીયે પણ તમારા જેટલું સારું નહી માટે અમને તમારી મદદની જરુર છે. અમે શબ્દ એટલે વાપરું છું કારણ કે હું એક નહી પણ મારા જેવા કેટલાક સાહીત્ય રસીકો સાથે મળીને “વીણેલા મોતી” ની શરુઆત કરી રહ્યા છીયે. હું તમને એક વિનંતી કરવા ઇચ્છું છું કે તમારી કોઇ રચના જે તમે સાઇટ પર ન મુકી હોય તે અમને આપી શકો છો. જેના બધા જ હકો આપના રહેશે. હું આપને ખાતરી આપું છુ કે તેનો કોઇ જ દુરુપયોગ નહી થાય.
આપનો વિશ્વાશુ,
જીજ્ઞેશ પારેખ “માનવ”
૯૮૯૮૯૮૮૬૪૯
Comment by "માનવ" — March 8, 2010 @ 2:06 pm