February 24th 2008

અવતાર થઈ જાય..

 

નિરાકારથી કોઈ આકાર થઈ જાય,

તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !

 

સતત દોડવું એટલે ‘હાંફવાનું’ ?

પછી તો, તણખલાંનો પણ ભાર થઈ જાય !

 

બને બંધ, જો આંસુનાં પૂર પર, તો–

પ્રતીક્ષાની વેળાનો વિસ્તાર થઈ જાય !

 

ઉઝરડાય  ઉજવી લઈએ હૃદયથી,

ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !

 

રદીફો’ને આ કાફિયા ઊઘડે જ્યાં,

બધી ઝંખનાઓનો આધાર થઈ જાય !

સુનીલ શાહ

17 Comments »

  1. આટલી સરસ કવિતા હોય,
    ભલે ત્યારે એકાદ કોમેન્ટ થઈ જાય!

    Comment by અનિમેષ અંતાણી — February 24, 2008 @ 5:27 pm

  2. સુંદર કાવ્ય
    આ પંકતીઓ ગમી
    રદીફો’ને આ કાફિયા ઊઘડે જયાં,
    બધી ઝંખનાઓનો આધાર થઈ જાય !
    આ વધુ ગમી
    ઉઝરડા ય ઉજવી લઈએ હ્રદયથી,
    ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !
    સાથે મનમા હાજર થયા તાજા અને રુઝાયલા ઉઝરડાઓ
    ક્સંબંધ શું છે ?
    ઉઝરડા… ઉઝરડા…
    ચહેરા પર દેખાય છે
    ઉદાસીના ઉઝરડા.
    એની આસપાસ કશું શ્વેત નથી
    નથી કશું શ્યામ.
    આશાનો ભૂખરો …
    પડ્યો ભૂલો હું ભવરણમાં, પીડાતો ઘોર આફતમાં,
    નિરાશાનાં આ નિર્ઝરણાં જગાવે ઉરમાં ઉઝરડાં,

    Comment by pragnaju — February 24, 2008 @ 6:17 pm

  3. બધાં શેર ગમ્યા.સુંદર કવન રચો છો.

    Comment by Harnish Jani — February 24, 2008 @ 6:52 pm

  4. saras gazal thai chhe

    Comment by મહેશ રાવલ — February 25, 2008 @ 2:07 am

  5. બહુ જ સરસ રચના આપી તમે ભાઈ સુનીલ !!
    ધન્યવાદ ! હવે આમ જ વરસતાઁ રહેજો.

    Comment by jugalkishor — February 25, 2008 @ 5:09 am

  6. આ વખતે સાચે જ સુંદર ગઝલ થઈ છે… મારા જેવા વાંક-દેખાને ય કંઈ જડતું નથી… આ રચનાને પ્રકાશનાર્થે મોકલવા જેવી છે…

    Comment by વિવેક ટેલર — February 25, 2008 @ 5:59 am

  7. ખરેખર સુંદર ગઝલ થઈ છે… અભિનંદન!

    Comment by ઊર્મિ — February 25, 2008 @ 9:16 am

  8. સુનીલ, ઘણી જ સુંદર રચના છે.

    Comment by dipti patel 'shama' — February 25, 2008 @ 2:03 pm

  9. વાહ્… ખરેખર બધા શેર સુંદર
    અને આ તો અદ્.ભૂત…..
    નિરાકારથી કોઈ આકાર થઈ જાય,
    તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !!!

    Comment by Pinki — February 25, 2008 @ 5:53 pm

  10. બહુ જ સુંદર…

    Comment by Gunjan Gandhi — February 26, 2008 @ 7:25 am

  11. વિવેકભાઈ,
    આ વાંકદેખા અને ચોખળીયા લોકો છે એટલે જ
    ગુજરાતી નેટ જગત આટલું સમૃદ્ધ છે ….!!
    અને અમારા જેવા નવોદિતો પણ જાગૃત રહેવા
    પ્રયત્ન કરીએ છીએ…
    બાકી તો …??!!!

    Comment by Pinki — February 29, 2008 @ 9:17 am

  12. નિરાકારથી કોઈ આકાર થઈ જાય,

    તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !

    – આવી ઉત્તમ શરુઆત થઈ એટલે પછી આગળ કાંઈ બાકીઘે? ખુબ જ સરસ રચના.

    Comment by Chirag Patel — March 3, 2008 @ 1:21 am

  13. સુનિલભાઇ, સરસ રચના માણવાનો આનઁદ…

    આભિનન્દન….

    Comment by nilamdoshi — March 11, 2008 @ 7:51 am

  14. Very well! Are you dudes agree with me? When I read it I was like: oh man!Sounds great! This is just what I was searching for! All is true, and checked, I’m sure.

    Comment by Kelly, — April 6, 2008 @ 7:07 pm

  15. I saw similar post three month ago. Topicality of this post sucks. Dude, you have to keep up to date.

    Comment by An333D — April 9, 2008 @ 10:21 am

  16. wpnhmbls…

    wpnhmbls…

    Trackback by wpnhmbls — August 9, 2008 @ 12:28 am

  17. zajatjmj…

    zajatjmj…

    Trackback by zajatjmj — August 9, 2008 @ 12:29 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Powered By Indic IME