‘બની’ જાઉં છું હું..!
હવા જોઈ વાદળ બની જાઉં છું હું,
કદી સાવ કાગળ બની જાઉં છું હું.
શ્વસી તો રહ્યો છું ફૂલોના એ સ્પર્શે,
ને તક જોઈ ઝાકળ બની જાઉં છું હું.
અગર આંખને જો સજા‘વી પડે તો,
ઘણીવાર કાજળ બની જાઉં છું હું.
સમજ છે, ને રસ્તો સરળ છે, છતાંયે
કદી કોઈ આગળ ‘બની’ જાઉં છું હું.
દિલો જોડવાની શરત મારીએ ત્યાં–
ઘણીવાર અટકળ બની જાઉં છું હું.
સુનીલ શાહ
ગઝલમાં છંદ સામે શર-સંધાન કરવાની ક્રિયા હવે પૂરી થઈ… હવે સમય છે રણશિંગુ ફૂંકી રથ આગળ ચલાવવાનો… ગઝલિયતની દૃષ્ટિએ આ ગઝલ થોડી ઊણી ઉતરતી હોય એમ લાગે છે…
Comment by વિવેક ટેલર — February 18, 2008 @ 6:06 am
શ્વસી તો રહ્યો છું ફૂલોના એ સ્પર્શે,
ને તક જોઈ ઝાકળ બની જાઉં છું હું.
સમજ છે, ને રસ્તો સરળ છે, છતાંયે
કદી કોઈ આગળ ‘બની’ જાઉં છું હું.
આ બે શેર તો ખૂબ સુંદર થયા છે…!!
Comment by Pinki — February 18, 2008 @ 9:21 am
અગર આંખને જો સજા‘વી પડે તો,
ઘણીવાર કાજળ બની જાઉં છું હું.
બહુ જ સરસ રચના
Comment by Ketan Shah — February 18, 2008 @ 9:38 am
ગયે વર્ષે લખેલી લગાગા લગાગા લગાગા લગાગા
ગઝલ ફરી રજુ કરી!
ફરી વાંચી
ગમી
યાદ આવી
ગઝલ ને શબ્દની વચ્ચે ઘડાતો જાઉં છું
બનવું હોય તબીબ ને મરીજ બની જાઉં તો કાંઈ
કદાચ ડૂબું તો છીપમાં જૈને મોતી બની જાઉં,
ના બૂદબૂદાથી માફક ઉભરી ના શકું.
સનમ જો તું બને ગુલ તો, બુલબુલ હું બની જાઉં
કમલનું રૂપ તારું હો, ભ્રમર હું તો પછી થાઉં
Comment by pragnaju — February 18, 2008 @ 1:42 pm
ખૂબ સરસ ગઝલ…
Comment by Niraj — February 20, 2008 @ 9:54 am
સમજ છે, ને રસ્તો સરળ છે, છતાંયે
કદી કોઈ આગળ ‘બની’ જાઉં છું હું.
સરસ શેર .., બહુ જ ગમ્યો.
Comment by સુરેશ જાની — February 21, 2008 @ 12:21 pm
મારો ગમતો છંદ. ગઝલ ગમી. ૧,૩,અને ૪ નંબરના અશઆર મમળાવવાની મજા પડી.
Comment by પંચમ શુક્લ — February 22, 2008 @ 4:52 pm