January 25th 2008

દ્વાર રાખ્યાં છે.

સમયના ઘાવ હિસ્સેદાર રાખ્યા છે,

અમે આ શ્વાસને નાદાર રાખ્યા છે.

 

પળેપળ સાવ ખાલી થાઉં છું તેથી,

સતત ભીતરને ભરવા દ્વાર રાખ્યાં છે.

 

ઉખેડી નાંખી સઘળાં બંધનો આજે,

બધા સંબંધ બારોબાર રાખ્યા છે.

 

વિચારો જયાં અગન આપી ડરાવે, ત્યાં–

વરસતાં વાદળો બે–ચાર રાખ્યાં છે.

 

કબૂતર, કીડી કે હાથી…બધું સરખું…!

ખુદાએ જીવ ક્યાં સાકાર રાખ્યા છે ?

(લગાગાગા લગાગાગા લગાગાગા)

સુનીલ શાહ

 

 

9 Comments »

  1. બધા જ શેર લાજવાબ છે. પણ નીચેના બે બહુ જ ગમ્યા -

    પળેપળ સાવ ખાલી થાઉં છું તેથી,
    સતત ભીતરને ભરવા દ્વાર રાખ્યાં છે.

    કબૂતર, કીડી કે હાથી…બધું સરખું…!
    ખુદાએ જીવ ક્યાં સાકાર રાખ્યા છે ?

    ખાલી થવાની વાત ગમી. જીવને ક્યાં આકાર હોય છે?

    તારી ગઝલો દીન બ દીન ઉંડાણવાળી થતી જાય છે.
    અભીનંદન .

    Comment by સુરેશ જાની — January 25, 2008 @ 1:53 pm

  2. વિચારો જયાં અગન આપી ડરાવે, ત્યાં–

    વરસતાં વાદળો બે–ચાર રાખ્યાં છે.

    ખુબ જ સરસ રચના

    Comment by Ketan Shah — January 25, 2008 @ 1:55 pm

  3. બહું જ સરસ રચના છે…મન ને ગમી જાય તેવી છે.

    http://manzarukho.blogspot.com/

    Comment by preeti mehta — January 25, 2008 @ 1:59 pm

  4. ગમી જાય તેવી ગઝલ.
    મત્લાનો શેર
    સમયના ઘાવ હિસ્સેદાર રાખ્યા છે,
    અમે આ શ્વાસને નાદાર રાખ્યા છે.
    સુંદર
    ઉખેડી નાંખી સઘળાં બંધનો આજે,
    બધા સંબંધ બારોબાર રાખ્યા છે.
    કબૂતર, કીડી કે હાથી…બધું સરખું…!
    ખુદાએ જીવ ક્યાં સાકાર રાખ્યા છે ?
    વધુ સુંદર
    આજે જ્યારે…
    જોડણીના જે અંધાધુંધ-
    નીયમ કરી રાખ્યા છે!
    તેમાંથી ઉગરવાનાં પ્રયોગો
    વધુ આકારા કરી રાખ્યા છે!
    ત્યાર આવી સરળતા ગમી

    Comment by pragnaju — January 25, 2008 @ 2:34 pm

  5. ખૂબ જ સુંદર ગઝલ થઈ છે… મજા આવી.

    Comment by ઊર્મિ — January 25, 2008 @ 3:05 pm

  6. ખૂબ જ સુંદર ગઝલ.. બધાં જ શેર ગમ્યા..

    Comment by Niraj — January 25, 2008 @ 11:19 pm

  7. સુંદર ગઝલ, સુનીલભાઈ… મોટાભાગના શેર સુંદર થયા છે… બીજા શેરમાં થોડી તકલીફ લાગી… દ્વાર સાથે ‘ખુલ્લા’ શબ્દ ન આવે તો શેર પૂરો ઊઘડતો ન હોવાનું જણાય છે…

    Comment by વિવેક ટેલર — January 26, 2008 @ 6:25 am

  8. સરસ! ગઝલ તો માણી હતી પણ કમેન્ટ આપવાની રહી ગઈ હતી. આ શેર ખૂબ સરસ થયા છેઃ

    સમયના ઘાવ હિસ્સેદાર રાખ્યા છે,
    અમે આ શ્વાસને નાદાર રાખ્યા છે.

    ઉખેડી નાંખી સઘળાં બંધનો આજે,
    બધા સંબંધ બારોબાર રાખ્યા છે.

    કબૂતર, કીડી કે હાથી…બધું સરખું…!
    ખુદાએ જીવ ક્યાં સાકાર રાખ્યા છે?

    Comment by હેમંત પુણેકર — January 30, 2008 @ 9:00 am

  9. કબૂતર, કીડી કે હાથી…બધું સરખું…!
    ખુદાએ જીવ ક્યાં સાકાર રાખ્યા છે ?

    પરંપરાગત,સરળ અને લોકભોગ્ય ગઝલ.

    Comment by પંચમ શુક્લ — February 1, 2008 @ 11:07 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Powered By Indic IME