December 15th 2007

હું એટલું માંગુ-સુનીલ શાહ

 

હું એટલું માંગુ કે તું હરપળ મળે

આંખો ઉઘાડું ને કદી ઈશ્વર મળે.

 

પરવા નથી કરતો હવે આ આંસુની,

છો દર્દ આવી, મન ભરી પળપળ મળે.

 

જો, આ તડપ, ઘૂટન, ને પીડાસમ સફર,

કોઈને જળ તો કોઈને મૃગજળ મળે.

 

આપે જો કારણ તો વિરહનું આપજે,

ચાતક સમી કોઈ નજરનું બળ મળે.

 

ગઝલો ફરી પાછી લખાશે યાદની,

એથી ભલે સમજણ યા તો અટકળ મળે.

(ગાગાલગા ગાગાલગા ગાગાલગા)

 

7 Comments »

  1. ખુબ જ સરસ

    Comment by neeta — December 15, 2007 @ 9:35 pm

  2. સુંદર
    પરવા નથી કરતો હવે આ આંસુની,
    છો દર્દ આવી, મન ભરી પળપળ મળે.
    આપે જો કારણ તો વિરહનું આપજે,
    ચાતક સમી કોઈ નજરનું બળ મળે.
    વધુ ગમી
    તેનૂ ગમતું નો સ્વીકાર અને વિરહમાં ઈન્તેજાર
    એ પ્રેમનું લક્ષણ- દૃઢ બને તો સીધ્ધિ તરફનું સાચુ
    કદમ બને

    Comment by Pragnaju Prafull Vyas — December 16, 2007 @ 1:39 am

  3. સરસ લખ્યું છે સુનિલ ભાઈ..

    Comment by preeti mehta — December 16, 2007 @ 12:54 pm

  4. પ્રથમ પંકિત વધુ ગમી સુનિલભાઇ

    Comment by nilamdoshi — December 16, 2007 @ 4:19 pm

  5. હું એટલું માંગુ કે તું હરપળ મળે
    આંખો ઉઘાડું ને કદી ઈશ્વર મળે.

    - સરસ !

    Comment by ધવલ — December 16, 2007 @ 6:17 pm

  6. સરસ રચના.
    પણ ગઝલોમાં મૃગજળ વધુ પીવાઈ કે ચવાઈ ગયું છે!!!

    Comment by સુરેશ જાની — December 17, 2007 @ 3:04 pm

  7. આપે જો કારણ તો વિરહનું આપજે,
    ચાતક સમી કોઈ નજરનું બળ મળે.

    -ખૂબ સુંદર અભિવ્યક્તિ…

    Comment by વિવેક ટેલર — December 22, 2007 @ 6:00 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

 Type in