જીવન ઘડાતું હોય છે–સુનીલ શાહ
શબ્દને ઢાળી ગવાતું હોય છે,
મૌનને માણી લખાતું હોય છે.
જન્મ કે મૃત્યુ સહજ ક્યાં હોય છે?
હર વખત તેમાં રડાતું હોય છે.
યાદ આવે તું વરસતા વાદળે,
ને મીઠું સપનું મઢાતું હોય છે.
કોતરે છે ટાંકણું સંજોગનું,
એટલે જીવન ઘડાતું હોય છે.
(ગાલગાગા ગાલગાગા ગાલગા)
સ’જોગો અને જીવન–વાહ ભાઇ વાહ સરસ શેર છે. ગઝલ ગમી.
Comment by harnish — November 21, 2007 @ 5:21 am
મૌનને માણી લખાતું હોય છે.
યાદ આવે તું વરસતા વાદળે,
ને મીઠું સપનું મઢાતું હોય છે.
બહુ જ સરસ રચના છે.
કેતન શાહ
Comment by Ketan Shah — November 21, 2007 @ 9:40 am
જન્મ કે મૃત્યુ સહજ ક્યાં હોય છે?
હર વખત તેમાં રડાતું હોય છે.
સરસ શેર. સુંદર ગઝલ.
Comment by Rutu Shah — November 21, 2007 @ 10:52 am
બધા જ શેર સરસ છે. તને આવા વીચાર ક્યાંથી આવે છે? મને એ સરનામું આપને!
Comment by Suresh Jani — November 21, 2007 @ 12:38 pm
તમારી કવિતા અંગે ટિપ્પણી આપવા આમંત્રણ આપવા બદલ આભાર. મારી એટલી ક્ષમતા નથી. હું તો કેવળ આસ્વાદ લઈ જાણું છું.
Comment by RASHMIKANT C DESAI — November 21, 2007 @ 12:42 pm
આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી,
મેં લાગણીની કોઈ દી’ માત્રા ગણી નથી.
— મકરંદ મુસળે
સુરેશ દલાલ સંપાદિત ‘બૃહત ગુજરાતી કાવ્યસમૃધ્ધિ’
(ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.) પૃ. ૫૮૦
Comment by RASHMIKANT C DESAI — November 21, 2007 @ 1:12 pm
જન્મ અને મૃત્યુ પરનો શેર શીરમોર છે. સરસ.
Comment by Chirag Patel — November 21, 2007 @ 1:27 pm
શબ્દને ઢાળી ગવાતું હોય છે,
મૌનને માણી લખાતું હોય છે.
મૌન પડઘાયા કરે,
શબ્દ સંતાયા કરે
જન્મ કે મૃત્યુ સહજ ક્યાં હોય છે?
હર વખત તેમાં રડાતું હોય છે.
‘જીવન તો ઠીક,
મૃત્યુ યે જીવી ગયા’
કોતરે છે ટાંકણું સંજોગનું,
એટલે જીવન ઘડાતું હોય છે.
‘ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા
જેવા સંજોગ તેવી યુકિત’
વાહ,સુંદર છંદબધ્ધ રચના
Comment by pragnaju — November 21, 2007 @ 2:57 pm
સુંદર ગઝલ… અભિનંદન સુનીલભાઈ!
એક છંદદોષ મને જણાયો એ વિશેઃ
“ને મીઠું સપનું મઢાતું હોય છે.” માં ગાગાગાગા ગાલગાગા ગાલગા થઈ જાય છે… મારા મત મુજબ, અહીં ‘મી’ને લઘુ તરીકે લઈ શકાય નહીં !
કદાચ આમ થઈ શકેઃ “મીઠું કોઈ સપનું મઢાતું હોય છે.” અથવા “સપનું કોઈ મીઠું મઢાતું હોય છે.”
આ માત્ર મારો અભિપ્રાય છે… ભૂલચૂક માફ કરશો!
Comment by Urmi — November 21, 2007 @ 3:37 pm
ઊર્મિ,
મીઠું શબ્દને લગા તરીકે ચોક્ક્સ વાપરી શકાય. દીર્ઘ ઈ ધરાવતા અક્ષરોને ઉચ્ચાર સાંકડો કરી લઘુ તરીકે લઈ શકાય. અહીં કોઈ છંદદોષ નથી…
Comment by વિવેક — November 27, 2007 @ 2:57 am
આભાર વિવેક… મને પણ આજે કંઇક આ નવું જ શીખવાનું મળ્યું!
Comment by Urmi — November 27, 2007 @ 5:26 am
કોતરે છે ટાંકણું સંજોગનું,
એટલે જીવન ઘડાતું હોય છે.
આ શેર બહુ જ ગમ્યો. તારું દર્શન બહુ જ ઉંડાણ વાળું હોય છે.
લઘુ ગુરુની ચર્ચા ઘણું કહી જાય છે.
Comment by સુરેશ જાની — December 1, 2007 @ 12:21 pm
A Realistic $250K First Year Income Potential
Less than four years ago I was driving this beat-up ‘94 VW with a rusty muffler. Within two years of creating this system I was making more than my doctor, accountant, and attorney COMBINED… while working less than 40 hours a week FROM HOME! Together with my group of leaders we are now seeking qualified entrepeneurs sharein the incredible results of our system.
for more information check this site out….
make money online
Comment by johnmazarr — March 12, 2008 @ 12:24 am