November 17th 2007

આજનું શું..?–સુનીલ શાહ

કાલની ચિંતા કરીએ, આજનું શું?

ભીતરેથી ઊઠતા એ સાદનું શું?

 

મોતનું તો આવવું ક્યાં નક્કી છે પણ,

તારલા ખરતાં રહે તો આભનું શું?

 

સાવ વિખૂટા થઈ જઈએ મંઝિલથી,

તો નજાકતથી વળગતી આશનું શું?

 

કીધું છે યમરાજને તું આવ જલદી,

મૂળિયાં છૂટી ગયા છે, ડાળનું શુ?

 

તારી કવિતાનું તો વળગણ છે મને, પણ

કાફિયે સંતાઈ બેઠા રાઝનું શું?

(ગાલગાગા ગાલગાગા ગાલગાગા)

7 Comments »

  1. અભીનંદન અને અનેકાનેક શુભેચ્છાઓ, સુનીલભાઈ !!

    Comment by jugalkishor vyas — November 17, 2007 @ 11:41 am

  2. સુંદર ગઝલ
    તેમાં
    તારી કવિતાનું તો વળગણ છે મને, પણ
    કાફિયે સંતાઈ બેઠા રાઝનું શું?
    મારા મનની વાત!
    અરે! આપણે હુરટીઓને ગઝલો તો કોઠે પડી છે
    કોઈને કાલની ચિંતા કરતો જોયો છે??
    અભિનંદન

    Comment by pragnaju — November 17, 2007 @ 4:20 pm

  3. સરસ ગઝલ છે સુનીલભાઈ! એક જગાએ મને છંદ તૂટે છે એમ લાગ્યું

    સાવ વિખૂ—-ટા થઈ જઈ—-એ મંઝિલથી,
    ગાલ ગાગા—-ગા લગા ગા—-ગાગાગાગા

    try to correct this if you agree?

    Comment by હેમંત પુણેકર — November 18, 2007 @ 5:45 am

  4. આભાર હેમંતભાઈ.
    સુરતના ગઝલકાર શ્રી કિરણ ચૌહાણ કહે છે..
    પ્રથમ પંક્તિમાં ‘કાલની ચિંતા કરીએ’ ને બદલે કાલની ચિંતા કરી પણ’ એમ રાખો તો વધુ સારું લાગે. ત્રીજા શેરમાં છંદદોષ છે. છેલ્લો શેર સાધારણ છે..કવિતા અને કાફિયા સુસંગત નથી. કાફિયા તો ગઝલમાં હોય.
    આભાર કિરણભાઈ, સુધારી લઈશ.

    Comment by સુનીલ શાહ — November 18, 2007 @ 6:52 am

  5. હેમંત,કિરણ અને સુનીલની કોમેન્ટથી નવી દ્રુષ્ટિ મળે છે

    Comment by pragnaju — November 21, 2007 @ 2:19 pm

  6. colorado ephedra lawyer…

    news…

    Trackback by colorado ephedra lawyer — January 3, 2008 @ 12:26 am

  7. Intern program for more details check out…

    Intern Program

    Comment by gilbertmana — May 23, 2008 @ 6:44 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

 Type in