November 16th 2007

પ્રથમ અક્ષર..

વડીલો અને મીત્રો,

        આપ સૌ સમક્ષ મારી કવીતાઓ મુકવાનો આ સાથે પ્રારંભ કરું છું. અલબત્ત આ બ્લોગ અલગ હેતુથી શરુ કર્યો છે. મારી રુચી ગઝલ સર્જન તરફ વધારે રહી છે. ગઝલો નીયત બંધારણ–છંદમાં લખતાં લખતાં હું જે ભુલો કરું છું તે ભુલો તરફ જાણકારોએ આંગળી ચીંધતા રહેવાનું છે. મારી કોઈપણ કૃતી સંપુર્ણ છે એવો દાવો હું કરીશ નહીં પણ તેને વધુ સારી બનાવવા માટે તેની ખામીઓ બાબતે મને સંકોચ રાખ્યા વગર બેધડક સુચનો કરવા વીનંતી છે. જે તે કૃતીની નીચે કોમેન્ટ બોક્ષમાં શું ન ગમ્યું, કઈ પંક્તી કે શેર નબળો લાગ્યો યા કયો શબ્દ બંધબેસતો લાગતો નથી અથવા આ શબ્દને બદલે પેલો શબ્દ વધુ સારો લાગે. તદુપરાંત આ પંક્તી જો આ રીતે લખી હોય તો વધુ સારુ લાગે તેવું માર્ગદર્શન મને મળતું રહે તે આ બ્લોગનો મુખ્ય હેતુ છે. આ પ્રકારનો આ પ્રથમ બ્લોગ હશે તેમ માનું છું. અન્ય નવોદીતો અહીની ચર્ચા પરથી નવી નવી જાણકારી મેળવી  પોતાના કાવ્યસર્જનને વધુ અસરકારક બનવી શકે તે બીજો હેતુ છે. હું માનું છું કે નબળી, ભુલ ભરેલી રચનાઓ પર પણ ‘વાહ વાહ‘ મળતી રહે અને કવી છેતરાતો રહે એ કરતાં ભલે કોઈ કાન આમળીને ભુલો બતાવે–સુધારાવે તો સાહીત્યની કુસેવા થતી અટકે.        આશા રાખું છું કે, જાણકાર વડીલો અને મીત્રો  તરફથી મને હુંફ મળતી રહેશે..મારો સીધો સંપર્ક  sunras2226@yahoo.co.in પર સાધી શકશો. 

                                સુનીલ શાહના વંદન

                                                              ,

13 Comments »

  1. સુસ્વાગતમ્
    બ્લોગ જગતમાં તમને હાર્દિક આવકાર.

    Comment by sanket shah — November 16, 2007 @ 12:51 pm

  2. બહુ જ ગમ્યું. મારાં અંતરનાં આશીશ સ્વીકારજે.

    Comment by સુરેશ જાની — November 16, 2007 @ 1:57 pm

  3. તમારું આ બોલ્ગ ની દુનિયા માં સ્વાગત છે.

    http://mehtapreeti.blogspot.com/

    Comment by preeti mehta — November 16, 2007 @ 2:08 pm

  4. સુનીલભાઈ, આપને ખુબ અભીનન્દન અને શુભેચ્છાઓ! નવા વર્ષમાં શુભ શરુઆત.

    Comment by Chirag Patel — November 16, 2007 @ 2:29 pm

  5. ખુબ ખુબ આવકાર
    અમને પણ કાંઇક શિખવા મલશે.

    Comment by neetakotecha — November 17, 2007 @ 1:30 am

  6. તમારા નવા ગુજરાતી બ્લોગ માટે ખુબ ખુબ શુભકામનાઓ.

    કેતન

    Comment by કેતન શાહ — November 17, 2007 @ 9:17 am

  7. Good Start Sir….
    regards,
    હિમાંશુ મિસ્ત્રી

    Comment by Himanshu Mistry — November 20, 2007 @ 3:12 am

  8. અભિનંદન સુનિલભાઈ,

    બ્લૉગજગતમાં આપનું હાર્દિક સ્વાગત……!!

    Comment by Pinki — December 3, 2007 @ 6:13 am

  9. સુનિલભાઈ, ખુબ જ સરસ રચનાઓ છે! અમારા જેવા નવા નિશાળીયા માટે ગઝલના અંતે માત્રા આપીને સારુ જ કર્યુ, છંદનુ નામ પણ આપશો તો વધુ શિખવાનુ મળશે. બીજુ, તમારા આ ‘પ્રથમ અક્ષર’ પ્રસ્તાવના લેખમાં ઘણી જોડણીની ભુલો છે જે તમારા જેવા ગઝલમા છંદનો આગ્રહ રાખનારા કાબેલ ‘કવી’ એ કરી હોય એવુ માનવાને દિલ કરતુ નથી,નકકી એ અંગ્રેજી કીપેડ વડે ગુજરાતીમાં ટાઈપ કરવાની જ મોંકાણમાં થયુ હશે. પણ જે કહો તે, વાંચનાર ને બહાનુ ન ચાલે! તમારા અંગે ખોટો ખ્યાલ પ્રસ્તાવના વાંચીને બંધાય એના કરતા આ ટાઈપો સુધારી નાખો!

    Comment by Amit Patel — January 18, 2008 @ 1:24 pm

  10. Sir, yes sir! I’m agreeing with you, but I don’t think everybody do. You should not be so rude, it frightens of.

    Comment by caleb4 — April 6, 2008 @ 5:17 pm

  11. Hm… all in all I’m agree with you, but your readership… what are they gonna say about it?

    Comment by Ryan — April 9, 2008 @ 10:29 am

  12. ekibastos…

    ekibastos…

    Trackback by \')/* — May 5, 2008 @ 6:17 am

  13. પ્રિય સુનિલભાઈ,
    તમારી ગઝલો ઘણી સરસ છે. અભિનંદન ! હું હજી ઇન્ટરનેટ માટે નવો છુ તેથી ઉપયોગ કરવાનું શીખી રહ્યો છુ. આ રીતે ગુજરાતી ગઝલ નો બ્લોગ શરુ કરી ને તમે ઘણી મોટી સેવાનું કામ ઉપાડી લીધું છે.

    Comment by PARSHURAM CHAUHAN — May 18, 2008 @ 8:18 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment