November 16th 2007

મુક્તક

તમારે આંગણે હું ચપટી ધૂળ લાવ્યો છું

ઘસીને આમ તો ધરતીનું મૂળ લાવ્યો છું

અમારી આત્મકથા એકવાર સાંભળજો

હતી જે લાગણીઓ તેનું શૂળ લાવ્યો છું

6 Comments »

  1. સરસ મુક્તક છે સુનિલભાઈ! છંદ આ જ છે ને?
    લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગા

    sundar sharuaat.
    gujarati language select karine paN gujarati maa type thatu nathi. te baabate jaraa jojo!

    Comment by હેમંત પુણેકર — November 16, 2007 @ 12:27 pm

  2. હવે પાછુ બરાબર type થાય છે! reproduceable bug નથી!

    Comment by હેમંત પુણેકર — November 16, 2007 @ 12:28 pm

  3. સ્વાગત છે સુનીલભાઈ..આગે બઢો. કવીતા શીખવાનો આ નવતર અભીગમ ગમ્યો.

    Comment by Devanshu — November 16, 2007 @ 12:38 pm

  4. બહુ સુ;દર ભાવ , સુ’દર રીતે રજુ કર્યા છે.ખૂબ ગમ્યુ’.

    Comment by harnish — November 16, 2007 @ 1:41 pm

  5. એમ તો જોકે તમે નવા તો બિલકુલ નથી સુનીલભાઈ, પણ ઓફિસીયલી… ગુજરાતી બ્લોગ-જગતમાં તમારું હાર્દિક સ્વાગત!

    બ્લોગ માટે અભિનંદન !

    Comment by Urmi — November 16, 2007 @ 3:35 pm

  6. સરસ મુક્તક
    તમારી ધૂળ-વતનની ધૂળ શર આંખો પર
    આદીલ સાહેબ કહે છે તેમ
    વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
    અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
    હા વતનની ધૂળ ખાવા જાઉં પાછો દોસ્તો,
    પ્લેનની જ્યારે ટિકિટ સસ્તી મળે ઈ-મેલમાં.
    પણ હવે તો બ્લોગમાં તુરત મળે!
    અમારી આત્મકથા એકવાર સાંભળજો
    મને તો આપણી આત્મકથા લાગે છે!
    કવીતાનો ‘ક’ છે તો સારું
    સારા કામમા સુનીલનો ‘સ’ વપરાય છે

    Comment by pragnaju — November 17, 2007 @ 4:08 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment