મુક્તક
તમારે આંગણે હું ચપટી ધૂળ લાવ્યો છું
ઘસીને આમ તો ધરતીનું મૂળ લાવ્યો છું
અમારી આત્મકથા એકવાર સાંભળજો
હતી જે લાગણીઓ તેનું શૂળ લાવ્યો છું
તમારે આંગણે હું ચપટી ધૂળ લાવ્યો છું
ઘસીને આમ તો ધરતીનું મૂળ લાવ્યો છું
અમારી આત્મકથા એકવાર સાંભળજો
હતી જે લાગણીઓ તેનું શૂળ લાવ્યો છું
વડીલો અને મીત્રો,
આપ સૌ સમક્ષ મારી કવીતાઓ મુકવાનો આ સાથે પ્રારંભ કરું છું. અલબત્ત આ બ્લોગ અલગ હેતુથી શરુ કર્યો છે. મારી રુચી ગઝલ સર્જન તરફ વધારે રહી છે. ગઝલો નીયત બંધારણ–છંદમાં લખતાં લખતાં હું જે ભુલો કરું છું તે ભુલો તરફ જાણકારોએ આંગળી ચીંધતા રહેવાનું છે. મારી કોઈપણ કૃતી સંપુર્ણ છે એવો દાવો હું કરીશ નહીં પણ તેને વધુ સારી બનાવવા માટે તેની ખામીઓ બાબતે મને સંકોચ રાખ્યા વગર બેધડક સુચનો કરવા વીનંતી છે. જે તે કૃતીની નીચે કોમેન્ટ બોક્ષમાં શું ન ગમ્યું, કઈ પંક્તી કે શેર નબળો લાગ્યો યા કયો શબ્દ બંધબેસતો લાગતો નથી અથવા આ શબ્દને બદલે પેલો શબ્દ વધુ સારો લાગે. તદુપરાંત આ પંક્તી જો આ રીતે લખી હોય તો વધુ સારુ લાગે તેવું માર્ગદર્શન મને મળતું રહે તે આ બ્લોગનો મુખ્ય હેતુ છે. આ પ્રકારનો આ પ્રથમ બ્લોગ હશે તેમ માનું છું. અન્ય નવોદીતો અહીની ચર્ચા પરથી નવી નવી જાણકારી મેળવી પોતાના કાવ્યસર્જનને વધુ અસરકારક બનવી શકે તે બીજો હેતુ છે. હું માનું છું કે નબળી, ભુલ ભરેલી રચનાઓ પર પણ ‘વાહ વાહ‘ મળતી રહે અને કવી છેતરાતો રહે એ કરતાં ભલે કોઈ કાન આમળીને ભુલો બતાવે–સુધારાવે તો સાહીત્યની કુસેવા થતી અટકે. આશા રાખું છું કે, જાણકાર વડીલો અને મીત્રો તરફથી મને હુંફ મળતી રહેશે..મારો સીધો સંપર્ક sunras2226@yahoo.co.in પર સાધી શકશો.
સુનીલ શાહના વંદન
,